પ્રોબાયોટિક ફૂડ એટલે જીવંત બેકટેરિયાનાં સમૂહ જે આંતરડામાં રહી પાચન અને ચયાપચયની પ્રક્રિયાનું મેનેજમેન્ટ કરે જેનાથી શરીરના ખરાબ અને નુકશાન કરતા બેક્ટેરિયાને બિન અસરકારક કરી અથવા દૂર કરી શરીરને ઉપયોગી બેકટેરિયાનું પુનઃ વરસન કરે. પ્રાચીન કાળથી દહીં અને આથાવાળા ખોરાક આપણે લેતા હતા જે બાયોટિક અને પ્રોબાયોટિક રીતે વર્તતા હતા. ક્રમશઃ આપણે આપણા આહાર માં બીજા અન્ય એટલા બધા પદાર્થો ઉમેર્યા તથા રોજિંદા જીવન માં તીખું તળેલું અને અનિયમિત ખાનપાન દ્વારા જઠર અને આંતરડામાં વસતા શરીર ઉપયોગી બેક્ટેરિયાનો નાશ કર્યો. સ્ત્રીઓમાં ગર્ભ-નિરોધક ગોળીઓ અને એન્ટી-બાયોટિક દવાઓથી યીસ્ટજન્ય રોગો વધ્યા. એમાં પણ ખાસ કરીને ટાઈપ-૨ ડાયાબિટીસ હોય તેવા કિસ્સામાં સ્ત્રીઓમાં વજાયનલ ઇન્ફેકશન વધ્યા અને તેથી યુરીનરી ટ્રેક ઇન્ફેકશન (યુટીઆઇ) નાં રોગ પણ વધ્યા. ગર્ભાવસ્થા દરમિયાન લીધેલ એન્ટી-બાયોટિકને કારણે નવજાત શિશુને જન્મ પછી શરીર પાર ખંજવાળ આવે અને જન્મ પછી જયારે કોઈ કારણ બાળકના રડવા માટેનું નાં મળતું આ એક કારણ હોય શકે છે. નાનું બાળક તેની ખંજવાળની ફરિયાદ કરી શકતું નથી. આ સિવાય જીવન પર્યંત દાંત અને હાડકા સારા રાખવા માટે પણ પ્રોબાયોટિક દહીં ખાવું આવશયક છે. તો ચાલો આપણે આવા કેટલાક રોગો અને પ્રોબાયોટિક દહીં વિશે થોડું સમજીએ.

 

પ્રોબાયોટિક દહીંમાં લેક ટોબેસીલસ એસિડોફિલસ અને બાયફીડોબેકટેરિયમ લેકટીસ બે મહત્વની સ્ટ્રેઇન હોય છે AHH Scientific meeting માં પેપર રજુ થયું, જેમાં જણાવ્યા પ્રમાણે લીવર શરીરમાં રહેલ કોલેસ્ટેરોલમાંથી પિત્ત બનાવે છે. પિત્ત અને પિત્ત ક્ષારને આ દહીં નાના ટુકડાઓમાં વેહચી નાખે છે. હવે આ કોલેસ્ટ્રોલ શરીર માં ફરી ડિપોઝિટ થતું નથી કે એબ્સોર્બ થતું નથી. જેથી ૯ ટકા જેટલું ખરાબ કોલેસ્ટેરોલ દૂર થાય છે. ક્લીનીકલ રિસર્ચ મે, ૨૦૧૨, ૨૮ (૫) : ૫૩૯-૫૪૩. ડી.ઓ.આઈ. પ્રમાણે પ્રોબાયોટિક દહીંથી ફાસ્ટિંગ બ્લડ ગ્લુકોઝ અને એન્ટી ઓક્સિડેન્ટ સ્ટેટસમાં સુધારો થાય છે. જેથી ટાઈપ-૨ ડાયાબિટીસવાળા દર્દીઓને તેમના ડાયટ મેનેજમેન્ટમાં ખાસ આ દહીંને સ્થાન આપવું જોઈએ. જે સુગર મેનેજમેન્ટમાં મદદ કરીને તેનું લેવલ કન્ટ્રોલ કરે છે. વળી બીજો એક અભ્યાસ કરવામાં આવ્યો કે પ્રોબાયોટિક દહીં જેઓ ને ટાઈપ-૨ ડાયાબિટીસ છે. તેઓએ સતત ૬૦ દિવસ ખવડાવીને તેમનું લિપિડ પ્રોફાઇલ ચેક કરવામાં આવ્યું ત્યારે તે સામાન્ય દર્દી કરતા આ દહીં ખાવાવાળા દર્દીઓમાં ૪.૫૪ ટકા LDL -C ઓછું થયું હતું. જયારે HDL-C સ્થિર રહ્યું હતું એટલે કે LDL-સી: HDL-C રેસીઓ ઍંથ્રોજેનિક ઇન્ટાઇસિસમાં ઘટાડો થયો હતો. આમ ટોટલ કોલેસ્ટ્રોલમાં ફાયદો થતા કાર્ડીઓ વાસ્ક્યુલર ડિસીસનો ખતરો ઓછો થયો હતો.

 

પ્રોબાયોટિક દહીં દાંતના આયુષ્યને વધારે છે જયારે મુખની સ્વચ્છતા ના જળવાય ત્યારે નુકશાનકારક બેકટેરિયા દાંત અને તેના ઇનમેલમાં રહે છે. જેના કારણે દાંતમાં કેવિટી થાય છે. અથવા પેઢામાંથી લોહી નીકળે છે. વિટામિન સી સિવાય પ્રોબાયોટિક દહીંના સેવનથી સારા બેક્ટેરિયા પ્રસ્થાપિત કરી નુકશાન કરતા બેક્ટેરિયાને કાઢે છે. દાંતમાં નુકશાન કરતા બેક્ટેરિયા હૃદય અને ડાયાબિટીસ જેવા રોગોને આમંત્રણ આપે છે.

 

જુના મર્દાના ઉપચારમાં તથા ઇન્ફેકશનથી થતા ઝાડામાં પ્રોબાયોટિક ઘણું અસરકારક પુરવાર થયું છે. જેઓ ટ્રાવેલિંગ દરમિયાન કે ભાગદોડની જિંદગીમાં પોતાના ખોરાકમાં ધ્યાન નથી આપી સકતા, તેઓએ એ રોજ જ પ્રોબાયોટિક દહીં ખાવું જોઈએ. જેથી તે ઇન્ફેકશનથી બચી શકે. શરીર માટે જરૂરી પ્રોટીન, વિટામિન બી-૧૨, બી-૬ અને કેલ્શિયમ પ્રાપ્ત કરી શકે. કોક્રેન લાઈબ્રેરીનાં રિસર્ચ પ્રમાણે પ્રોબાયોટિક શ્વાઓચ્છશ્વાસ નળીના ઇન્ફેકશનને પણ અટકાવે છે. જે આજના યુગમાં કોમન થતું જાય છે.

 

સગર્ભા માતા અને નવજાત બાળક માટે ઉપયોગી પ્રોબાયોટિક:

 

“જનરલ ઓફ એલર્જી અને ક્લીનીકલ ઇમ્યુનોલોજી” માં જણાવ્યા પ્રમાણે ગર્ભવસ્થા દરમિયાન જે માતાઓએ પ્રોબાયોટિક લીધું હોય છે ત્યારે બાળક અને માતા બંનેને સ્કિન ડીસીસથી રક્ષણ આપી શકાય છે. ૨૦૦૭ માં થયેલ પીડિયાટ્રિક રિસર્ચમાં જણાવ્યું પ્રો-બાયોટિક વપરાશ કરતી માતાઓના નવજાત શિશુઓ ૧૯૪ વખત ઓછું રડ્યા. આ પરીક્ષણમાં ઘણીવાર માતા એમ સમજે છે કે બાળક ભુખુ છે અથવા પેટમાં ગરબડ છે એટલે રડે છે. આ બંને બાબતોનો ઉપચાર કર્યા પછી પણ બાળક શાંત ના થાય તો સમજવાનું કે બાળક ની ચામડી અંદરથી ડ્રાય છે. આવું જયારે માતાએ તેના ગર્ભધારણ કાર્ય પછી એન્ટી-બાયોટિક લીધી હોય ત્યારે બનતું હોય છે. આ તકલીફોથી બચવા માતાએ તેને ગર્ભ રહ્યા પછી નિયમિત પ્રોબાયોટિક દહીંનું સેવન કરવું જોઈએ. જેનાથી એના શરીરમાં વિટામિન બી-૧૨, કેલ્શિયમ અને જરૂરી પ્રોટીન મળી જતું હોય છે.

 

હાવર્ડ મેડિકલ સ્કૂલમાં થયેલ સ્ટડી મુજબ, સ્ત્રીઓના ગર્ભ મુખ આગળ સારા અને ખરાબ એમ બંને બેકટેરિયાની વસાહત હોય છે. જયારે માતાને બ્લડ સુગર વધુ હોય કે અનિયમિત ગર્ભનિરોધક ગોળીઓ લીધી હોય ત્યારે યીસ્ટ ડેવેલોપ થાય છે. જેને કારણે યુરીનરી ટ્રેક ઇન્ફેકશન (યુટીઆઇ) થાય છે. આવું ના બને તે માટે પણ પ્રોબાયોટિક જરૂરી છે. આ સ્ટડી કહે છે કે. પ્રોબાયોટિક વજાયના માં નુકસાનકારક માઈક્રોઓર્ગાનિઝમને રોકે છે.

 

એલિમેન્ટરી ફાર્મેકોલોજી અને થેરાપ્યુટિક સ્ટડીમાં પબ્લિશ થયા મુજબ જે લોકોને જમ્યા પછી તરત ટોઇલેટ જવા થતું હોય છે. તેઓને પ્રોબાયોટિક લેવાથી ખૂબ ફાયદો થાય છે. કબજિયાત, આફરો અને ગૅસથી ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમ (IBM) થાય છે જેને રોકવા પણ પ્રોબાયોટિક ઉત્તમ ઔષધ છે અને એ માટે એક સ્વસ્થ વ્યક્તિ એ પણ રોજનું ૧૦૦ ગ્રામ પ્રોબાયોટિક દહીં ખાવું જોઈએ એમ જોન હોપકિન્સ એલર્ટ જણાવે છે.