દરરોજનું સવારે ૧૫ ગ્રામ, બપોરે ૧૫ ગ્રામ અને સાંજે ૧૫ ગ્રામ ઘીનું સેવન કરવામાં આવે તો ગાયના દેશી ઘી માં પુષ્કળ માત્રામાં રહેલા મિનરલ્સ, વિટામિન્સ A, E, D અને K તથા કૉંજ્યુગેટેડ લીનોલિક એસિડ (CLA) અને ફિનોલિક એન્ટિઓક્સિડન્ટ રોગ પ્રતિકારક શક્તિ જાળવી રાખે છે અને ગંભીર બિમારીઓ સામે રક્ષણ આપે છે.

 

ઘી વર્ષોથી ભારત દેશમાં ન્યુટ્રિશનલ ફૂડ તરીકે ખવાતું આવ્યું છે અને તે આધુનિક યુગમાં ‘બેલેન્સ ડાયટ’ માટે પણ ખૂબ જ અગત્યનું છે. કારણકે તેમાં ઓમેગા-૩, ઓમેગા-૯ની ફેટ એસિડની શ્રુંખલા આવેલી છે. ઘીના અગત્યના ઉપયોગ અને ફાયદા નીચે મુજબ છે.

 

ચામડી અને વાળ માટે ઘીનો ઉપયોગ

ઘી ચામડીમાં ભેજનું પ્રમાણ સાચવે છે તથા ‘ડેડ સેલ’ ને દૂર કરી ચામડીને નવજીવન બક્ષે છે. આવી જ રીતે માથાના સ્કાલ્પમાં ચામડી ઉપરની શુષ્ક્તાના કારણે પોપડીઓ વળે છે. એ સંજોગોમાં ખોરાક ઉપરાંત ઘીનો ઉપયોગ મસાજમાં લેવાથી તેનો કાયમી ધોરણે ઈલાજ કરી શકાય છે. ચામડી પરનાં ઉઝરડા કે ઘાના દાગ રૂઝવવા માટે પણ ઘી ખૂબ અગત્ય નો ભાગ ભજવે છે.

 

હૃદય રોગમાં ઘી નો ઉપયોગ

 

નેચરોપેથીમાં તથા આયુર્વેદમાં જણાવ્યા મુજબ ઘીમાં સારા કોલેસ્ટરોલ લેવેલની માત્ર વધુ હોય તે લોહીમાં કોલેસ્ટરોલ લેવલ નિયમનમાં ખૂબ ફાયદો કરે છે. હૃદયરોગના દર્દીઓના ઓર્ટરીઝમાં કેલ્શિયમ ડિપોઝીટ થતું હોય છે. જેને કારણે રક્તવાહિનીઓ સંકોચાતી જાય છે. જેથી રક્તનો પ્રવાહ વધુ પ્રેશરથી રક્તવાહિનીઓમાં ફરે છે. આ રક્તવાહિનીઓમાં જામેલું કેલ્શિયમ દૂર કરવા વિટામિન K2 ની જરૂર હોય છે. જે શુધ્ધ ઘીમાંથી પ્રાપ્ત થાય છે અને તેથી જ યોગ્ય માત્રામાં ઘી ખાવાથી તે દવાનું કામ કરે છે અને કેલ્શિયમ નું વહન કરે છે. આમ રક્તવાહિનીઓ ખુલ્લી થતાં બ્લડ પ્રેશર કન્ટ્રોલ થાય છે.

 

શરીરના વજન નિયંત્રણ માટે ઘી ઉપયોગી

 

શારીરિક પ્રક્રિયાઓમાં વજન ઘટાડવા કે વધારવામાં ચયાપચયની પ્રક્રિયા (મેટાબોલિઝમ) જવાબદાર હોય છે. ઘીમાં CLA (કોન્ઝયુગેટેડલીનોલેક એસિડ) વિપુલ પ્રમાણ માં હોય છે અને તેથી તે ચયાપચયની પ્રકિયા સુધારે છે. ચયાપચયની પ્રક્રિયા સુધરતા લીવર, જઠર, મોટું આંતરડું અને નાના આંતરડામાં રહેલા ઉત્સેચકો, એન્ઝાઇમ્સ એ તમામ વજન નિયંત્રણ કરવામાં કામે લાગી જાય છે અને તેથી જ કોઈપણ વજન નિયંત્રણ કે ‘બેલિફેટ’ ઘટાડવામાં ઘી મહત્વનો ભાગ ભજવાતું હોય છે.

 

વર્ષોથી આપણે ભાતમાં ઘી નાખીને ખાઈએ છીએ. જેથી ભાતમાં રહેલો કાર્બોહાઈડ્રેડ કોમ્પલેક્ષ કાર્બોહાઈડ્રેડ પરિવર્તન થાય છે અને તેથી ચોખામાં રહેલી શર્કરા તુરંત રક્તમાં ભળતી નથી. જેથી બ્લડ ગ્લુકોઝ નિયંત્રણ થાય છે અને ‘બેલિફેટ’ વધતું નથી.

 

ડાયાબિટીસમાં ઘીનો ઉપયોગ

 

અગાઉ જોયું તેમ ઘી સવારે ૧૫ ગ્રામ, બપોરે ૧૫ ગ્રામ અને સાંજે ૧૫ ગ્રામ એમ પ્રતિદિન ૪૫ ગ્રામ પ્રતિ વ્યક્તિ ખાવાથી ઘી માં રહેલા CLA, ઓમેગા-3, ઓમેગા-૯, વિટામિન K2 ના કારણે મેટાબોલિઝમ સુધારવાથી વજન ઘટે છે અને તેથી ડાયાબિટીસ કન્ટ્રોલમાં આવે છે. ઘીમાં રહેલા CLA ને કારણે ઈન્સ્યુલીન સિક્રેશનમાં મદદ કરતુ હોય ડાયાબિટીસના દર્દીઓમાં તે ઉપયોગી છે.

 

ઘીમાં કોઈપણ પ્રકારનો હયડ્રોજીનેટેડ ફેટ નથી તેથી તેમાંથી ‘ટ્રાન્સફેટ’ થતો નથી. તદુપરાંત સ્મોકિંગ પોઇન્ટ ૨૦૦ ડિગ્રી જેટલું હોય તેલ કરતા તે ખૂબ જ ઊંચું છે. આમ તેલ કરતા ઘીમાં તળેલી વસ્તુઓ ખાવાથી ઓછું નુકશાન થાય છે. ભીજ્નમાં કે અન્ય આહાર ફળફળાદિ અને અન્ય લીફી વેજીટેબલમાં વિટામિન A, D, E અને K હોય છે. જે ફેટ સોલ્યૂબલ વિટામિન્સ છે. ઘણામિત્રો તેમના ડાયટ પ્લાનમાં ઘી લીધા વગર તેમનો ડાયેટ પ્લાન કરે છે પરંતુ ઘી વગર આ વિટામિનો લેવામાં આવે તો શરીર,આ આ વિટામિનો પચતા નથી. પરિણામે વિટામિન A, D, E અને K ની ખામીઓ સર્જાય છે. જેના કારણે માનવીય શરીરમાં રોગ પ્રતિકારક શક્તિનો ઘટાડો થવો, હાડકા નબળા પાડવા, ચેપીરોગ થવા જઠરમાં પાચક રસો ન બનવા અને ભોજન બાદ એસીડીટી થવી જેવી ખામીઓ સર્જાય છે. કેટલાક કિસ્સામાં ભોજનમાં ઘીને બાકાત રાખવાની અલ્સરેટિવ કોલાઈટિસ અને પાચનતંત્રની ગંભીર બીમારી પેદા થાય છે. અને આથી જ આયુર્વેદિક શાસ્ત્રોમાં ઘીને ‘મધુર સ્નિગ્ધ’ તથા શક્તિદાયક ગણવામાં આવ્યું છે. યુવાન-નવપરિણીત દંપતી માટે ઘી એ વાજીકરણ ઔષધ છે. ઘી પુરુષો માટે શુક્રાણુવર્ધક દવા છે, એટલે કે ઘી પ્રત્યે સૂગ ન રાખતા નવદંપતી લગ્ન પહેલા ૫ વર્ષ યોગ્ય માત્રામાં ઘીનું સેવન કરે તો તેમની મેરેજ લાઈફ હેલ્થી રહે છે. ઘી મગજમાં રહેલા સૂક્ષ્મ તંતુઓને પોષણ આપે છે. તેથી (મેમરી પાવર) યાદશક્તિ વધે છે અને મોટી ઉંમર સુધી જળવાય છે.

 

સામાન્ય રીતે ઉંમર વધતા યાદશક્તિ નાશ પામતી હોય છે. યાદશક્તીવર્ધક હોય ઘી નાનપણથી જ ખાવું જોઈએ. જેથી માનવી લાંબો સમય સુધી સુખી જીવન જીવી શકે છે.

 

ઘી ખાવાથી પુરુષ અને સ્ત્રીઓને જતી અનુરૂપ હોર્મોન્સનો સ્ત્રાવ જરૂરિયાત પ્રમાણે થાય છે.

 

આ ઉપરાંત ઘીનું સેવન એક ટોનિક તરીકે કામ કરે છે. ઉંમર વધે તો પણ શરીરમાં લાંબા સમય માટે હાડકા, દાંત, કાર્ટિલેજ સારા રહે છે અને આર્થરાઈટ્સ દૂર રાખી શકાય છે.

 

ગર્ભવસ્થામાં ઘી ના ફાયદા

 

ઘી માતા તથા ગર્ભમાં રહેલા બાળક બંનેને પૂરતા પ્રમાણમાં પોષણ પૂરું પડે છે. ગર્ભાવસ્થા દરમિયાન માતાને વિટામિન્સ, મિનેરલ્સ, તથા ફેટી એસિડની જરૂરીઆત હોય છે જે ઘી માંથી મળી રહે છે. માતાને યોગ્ય માત્રામાં પોષણ મળવાથી બાળકમાં જન્મજાત બોન ડિસઓર્ડર કે સ્પાઈનલ કોર્ડમાં તકલીફ ઉત્તપન્ન થતી નથી.

 

જે કુટુંબમાં વારસાગત બ્રેસ્ટ કૅન્સરનો સિલસિલો ચાલતો આવતો હોય તેને રોકવા માટે ઘી સમર્થ છે. કારણ કે અગાઉ જોયું તેમ ઘીમાં રહેલ CLA ના ગુણધર્મોને કારણે વારસાગત બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતાઓ નહિવત રહે છે.

 

ઘીના સેવનથી વૃદ્ધત્વને દૂર રાખી શકાય છે અને યુવાનીને લાંબા સમય સુધી જાળવી શકાય છે. ઘીનું સેવન દરરોજના જીવનમાં એન્ટીઓક્સિડેન્ટ આપે છે. આ એન્ટીઓક્સિડેન્ટ શરીરના ફ્રી-રેડિકલ્સને ઘટાડે છે. જેથી ચામડીના કોષો, આંખના કોષો તથા સમગ્ર શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને કેન્સર તથા હૃદયરોગ ખતરાને દૂર રાખી શકાય છે.

 

ઘી એ જરૂરી ‘માઈક્રો ન્યુટ્રીએંટ્સ’ ધરાવે છે. જે અન્ય ખાદ્યપદાર્થોમાં મળતા નથી. જેથી મગજ અને લીવરને પણ રક્ષણ મળે છે. ઘણી વ્યક્તિઓને જમ્યા પછી તરત જ કુદરતી હાજતે જવું પડતું હહોય છે. આવા સંજોગોમાં ઘી ‘બોવેલ મુવમેન્ટ’ ને નિયમિત કરે છે. ઘી શરીરને ડી-ટોક્સિફાઇડ કરવામાં મદદ કરે છે. ઘીનું સેવન કાર્સીઓજેનિક તત્વોને શરીરમાંથી બહાર ફેંકી દે છે. જેથી કેન્સર દૂર રહે છે. વળી, ઘીના સેવનથી થાઇરોઇડ જેવી ગ્રંથિઓનું નિયમન કરી શકાય છે.

 

ઘીમાં વિટામિન-A-૨૮% તથા વિટામિન-D-૭૦ ml/mcg હોય છે. આ ઉપરાંત જરૂરી ઈલેકટ્રોલાઇટ્સ, પોટેશિયમ ૧ ml હોય છે. જે પેટને પોચું રાખે છે અને સ્નાયુઓને તૂટવા દેતું નથી. ઘી એલર્જી તથા સોજા ઘટાડે છે. સ્ત્રીઓમાં વજાઇનલ દુખાવામાં તથા એપિલેપ્સીમાં જેવા રોગોમાં ઘીનું સેવન ફાયદાકારક છે.

 

મિત્રો, ઉપરના તમામ ફાયદા જોતા રોજનું ૪૫ ગ્રામ શુધ્ધ તથા વિશ્વસનીય ઘી ખાઈને શરીરને સ્વસ્થ અને શક્તિવર્ધક રાખો.