અત્યાર સુધી આપણે બ્રેડમાં રહેલા શરીરને નુકસાન કરતા તત્વોને કારણે બ્રેડને એવોઇડ કરતા હતા અથવા તો તેનાથી સ્વાસ્થ્યને થતા નુકશાનને પણ અવગણીને આરોગતા હતા. સુમુલ ડેરીના બ્રેડ બીજા બધા બ્રેડ કરતા કેવી રીતે અલગ છે, અને તે કેમ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તે આજે આપણે જાણીએ.

 

બજારમાં ઉપલબ્ધ અમુક પ્રકારના બ્રેડ્સ સ્ટાન્ડર્ડ પ્રમાણે બનાવવામાં ન આવતા હોવાથી પેટનાં અમુક રોગો તેમજ આંતરડાના કેન્સર થવાની સંભાવના રહેલી છે. આ પ્રકારનાં બ્રેડ્સમાં પ્રિઝરવેટીવસ અને કેમીકલના સ્ટાન્ડર્ડ મેઈન્ટેન કરવામાં ન આવતા હોવાથી તેમજ તેમાં વાપરવામાં આવતા સોડિયમ નાઇટ્રેટ, ખરાબ પ્રકારનું ઓઇલ, મેંદો, આર્ટિફીસીયલ કલર, કોર્ન સીરપ, ફ્રુકટ્રોઝનું ઉંચુ પ્રમાણ આ બધાનાં કારણે નેચરલ પાચક રસોનો નાશ થાય છે, તેથી જે વ્યકિતઓ કે બાળકોની ઓછી રોગ પ્રતિકારક શક્તિ હોય તેઓને આંતરડાનો રોગ લાગુ પડી શકે છે. અથવા તો આંતરડાનું કેન્સર પણ થઇ શકે છે. આ ઉપરાંત આ પ્રકારની બ્રેડનો વધુ પડતો ઉપયોગ લાઇફ-સ્ટાઇલ ડિસીઝ જેવા કે, ડાયાબિટીસ અને હૃદયરોગ વગેરેને પણ આમંત્રણ આપે છે.

 

પરંતુ, હવે સુરતીજનો બ્રેડનો સ્વાદ માણશે અને આરોગ્ય પણ કેળવશે. કારણકે, સુમુલ ડેરી લઇને આવ્યું છે. ઘરનાં જેવા શુદ્ધ ઇન્ગ્રેડિયન્સ ધરાવતા બેકરી ઉત્પાદનો જેમાં કોઇપણ પ્રકારના ઇન્ગ્રેડિયન્સ, અમાન્ય પ્રિઝરવેટીવસ કે, આર્ટિફીસીયલ કલર નથી સુમુલનાં “હેપ્પી લાઇફ” સીરીઝનાં તમામ ઉત્પાદનો એ વાતની ખાતરી આપે છે કે તે શુધ્ધ ઘઉંનાં લોટમાંથી તથા શુધ્ધ બટર અને ઘીના ઉપયોગ દ્વારા બનાવાય છે.

 

હવે, આપણે સુમુલના મલ્ટિગ્રેઈન બ્રેડમાં રહેલા ઇન્ગ્રેડિયન્સ આરોગ્ય માટે કઇ રીતે ફાયદાકારક બને છે તે વિશે જાણીએ.

 

સુમુલ મલ્ટિગ્રેઈન બ્રેડમાં રહેલા આરોગ્યવર્ધક તત્વો

 

1.ઓટ્સ ફાઇબર :

આ બ્રેડમાં ઓટ્સ ફાઇબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં ડાયેટરી ફાઇબર 25 ગ્રામ છે. જેસોલ્યુબલ ફોર્મમાં છે. જેમાં મુખ્યત્વે લિગ્નીન, સેલ્યુલોઝ અને હેમી-સેલ્યુલોઝ જેવા ફાયબરનો સમાવેશ થાય છે. આ ફાયબર બ્લડ ગ્લુકોઝને કાબુમાં રાખે છે, તથા મેટાબોલીઝમ સુધારી પાચનક્રિયા સરળ બનાવે છે. ઓટ્સ ફાઇબરમાંથી મળતુ બીટા- ગ્લુકેન કોલેસ્ટેરોલ લેવલને નીચુ રાખે છે અને પાચક રસોને ઉત્પન્ન કરવામાં મદદરૂપ બને છે. તે ઇન્સ્યુલીન સ્ટીમ્યુલેટર હોવાથી હાઇ-કાર્બોહાઇડ્રેડ વાળો ખોરાક પણ પચાવવામાં મદદરૂપ બને છે. અનેસુગરલેવલ તથા LDL કોલેસ્ટેરોલ પણ કાબુમાં રાખે છે.

 

2. અળસીનાં બીજ (Flax Seeds):

અળસીમાં Omega 3 (ALA) 6.5 ગ્રામ જેટલુ છે. Omega 6 : 1.7 gm આ ઉપરાંત વિટામીન B1 31% અને મન્ગેનીઝ 35% તથા મેગ્નેશીયમ 28% અનેપ્રોટીન 5.2 ગ્રામ જેટલુ રહેલુ છે. આમ, આ બ્રેડમાં ઉપયોગમાં લેવામાં આવેલા અળશીના બીજ બ્રેડને ખુબ જ સ્વાસ્થ્ય વર્ધક બનાવે છે. Omega 3માં રહેલ MUFA અને PUFA હાર્ટએટેક અને સ્ટ્રોક સામે રક્ષણ આપે છે. તેમજ લોહીને પાતળુ રાખી બ્લડ પ્રેશરને પણ સામાન્ય રાખે છે. આમાં રહેલ મેગ્નેશીયમ વિટામીન D-3નું પાચન વધારે છે. જેથી, કેલ્શિયમ સુપાચ્ય બને છે. ઓમેગા 3 ની એન્ટિ-ઓક્સિડન્ટ અસરના કારણે કેન્સર જેવા રોગો પણ દુર રહે છે.

આ ઉપરાત આમાં રહેલ વિટામીન B1(Thiamin) શક્તિવર્ધક તત્વ છે. રોગપ્રતિકારક શકિત વધારે છે. નર્વસ સીસ્ટમને રક્ષણ આપે છે. અને અલ્ઝાઇમરને દુર રાખે છે, પાચનક્રિયા પણ સુધારે છે. તે ઉપરાંત વિટામીન B1 (Thiamin) માં એન્ટિ- એજીંગ ગુણધર્મ રહેલો છે. એટલે કે તે વૃધ્ધત્વને પણ દુર રાખે છે.

 

3. તલનાં બીજ :

સુમુલની આ બ્રેડમાં તલનાં બિજનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં ફાઇબર 3.3 gm પ્રોટીન 5gm, કોપર 57%, મેન્ગેનીઝ 35% અને મેગ્નેશ્યમ 25% રહેલ છે. તલમાં લિગ્નનન્સ ભરપૂર માત્રામાં હોવાથી તેસેક્સ હોર્મોનને બેલેન્સ કરે છે તે ઓક્સિડેટીવ સ્ટ્રેસ અને ઇન્ફેકશન સામે રક્ષણ આપે છે, અને આર્થરાઇટીસ જેવા રોગોને દુર રાખે છે. તલમાં આયર્ન અને કેલ્શિયમનો ભરપૂર સ્ત્રોત રહેલો છે. જેથી તે હાડકા અને દાંત માટે સારૂ જ છે. આ ઉપરાંત તે હાર્ટબીટને પણ રેગ્યુલેટ કરવામાં મદદરૂપ બને છે. તલમાં રહેલ MUFA અને PUFAનું વિપુલ પ્રમાણ કોલેસ્ટેરોલના લેવલનેસુધારે છે અને હાર્ટએટેક સામે રક્ષણ આપે છે. તલમાં રહેલ પ્રોટીન મસલ્સ બિલ્ડીંગમાં મદદરૂપ બને છે. તેમજ વાળ અને સ્કીનને ઉપયોગી બને છે.

 

4. સનફ્લાવર સીડ્સ :

સુમુલનાં આ સ્વાસ્થ્યવર્ધક બ્રેડમાં સનફ્લાવર બીજનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં ફાયબર 2.5 ગ્રામ, પ્રોટીન 5.8 ગ્રામ, વિટામીન E 47%, મેન્ગેનીઝ 27% અને મેગ્નેશ્યમ : 23% છે. સનફ્લાવરનાં બીજ વિટામીન B Complexથી ભરપૂર હોય છે. જે નર્વસીસ્ટમ માટે ઉપયોગી છે. તેમાં રહેલ વિટામીન E અનેસેલેનીયમ શરીરનાં કોષોનું રક્ષણ કરે છે. સેલેનીયમ પ્રોસ્ટેટ ના કેન્સરને આટકાવવામાં મદદરૂપ બને છે. ખાસ કરીને વાળનાં ગ્રોથ માટે અનેસ્ક્રિન માટે ઉપયોગી બને છે.

સનફ્લાવર બીજમાં રહેલા નેચરલ તત્વો બ્લડપ્રેશરને નોર્મલ રાખવામાં મદદરૂપ બને છે. તેમજ કોલેસ્ટેરોલ લેવલને પણ સુધારે છે. આ સીવાય તેમાં રહેલા એન્ટિ-ઓક્સીડન્ટ તત્ત્વો ફ્રિ-રેડીકલ્સ ઘટાડી શરીરને રોગ પ્રતિકારક શક્તિપુરી પાડે છે.

 

5. તરબુચના બીજ :

સુમુલની આ બ્રેડમાં તરબુચના બીજનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં મેગ્નેશ્યમ 147 mg, આયર્ન 2 mg અને ફોલેટ 2mg જેટલુ છે. તરબુચનાં બી માં ફોલેટ સ્વરૂપમાં રહેલ Vitamin B9 બ્રેઇન ફંક્શનને સુધારે છે તથા શરીરમાં હોમોસિસ્ટીન લેવલને કંટ્રોલ કરે છે. સ્ત્રીઓ વ્યંધ્યત્વ અને પોસ્ટ પ્રેગ્નનન્સીમાં થતી ફોલીક એસીડની ઉણપને આના દ્વારા નીવારી શકાય છે. ફોલેટને કારણે ડિપ્રેશન દુર કરી બ્રેઈન ફંક્શન નોરમલ રાખવામાં મદદ મળે છે. લિવર તથા કિડનીના આરોગ્ય માટે ફોલેટ(ફોલીક એસીડ નહી) ખુબજ ઉપયોગી હોય છે. ફોલેટમાં એન્ટી એજીંગ તત્વ હોય વૃધ્ધત્વને દુર રાખે છે. આ ઉપરાંત તરબુચનાં બીમાં રહેલા તત્વોથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, હૃદય અને હાડકાની તંદુરસ્તી વધે છે અને શરીરની પાચનક્રિયા પણ સુધરે છે.

 

6. શુદ્ધ ઘઉંનો લોટ :

ઘરમાં ઉપયોગમાં લેવાતા શુદ્ધ અને ઉત્તમ ઘઉંના લોટનો ઉપયોગ સુમુલ ડેરીની આ બ્રેડમાં કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે પોટેશિયમ 110.3mg, આયર્ન 5.9 અનેપ્રોટીન 2.7 ગ્રામ છે. આમાં રહેલુ પોટેશિયમ એ શરીરને કાર્ય કરવા માટે ઉપયોગમાં લેવાતા મીનરલસની જરૂરીયાત પૂરી પાડે છે. તેમજ પોટેશિયમ અનેપ્રોટીન નર્વસ સીસ્ટમ તથા મસલ્સ માટે ખુબ જ જરૂરી તત્વ છે. તેમજ આમાં રહેલુ આયર્ન પણ શરીરના લોહતત્વ નેસુધારે છે. આમ, આ બ્રેડમાં વપરાતા તમામ ઇન્ગ્રેડિયન્સ સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી તત્વો છે. આ ઉપરાંત બ્રેડમાં ઉપયોગમાં લેવાયેલા દરેક ઇન્ગ્રેડિયન્સમાં રહેલા મીનરલ્સ જેવા કે, મેગ્નેશ્યમ,મન્ગેનીઝ, પોટેશ્યમ, ઓમેગા 3 અને ઓમેગા 6 આ બ્રેડનેસર્વોત્તમ બનાવે છે.

1. મેગ્નેશ્યમ : આ બ્રેડમાં ઉચ્ચમાત્રામાં રહેલા મેગ્નેશ્યમના લીધે શરીરનું મેટાબોલીઝમ ફંક્શન ઇમ્પ્રુવ થાય છે. તેનાથી નર્વ સીસ્ટમનું ફંક્શન પણ ઇમ્પ્રુવ થાય છે. તે મસલ્સ બિલ્ડીંગમાં ઉપયોગી બને છે. તેનાથી વિટામીન D3ની બાયો અવેબીલીટી વધે છે અને હાડકા મજબુત બને છે. રોગ પ્રતિકારક શક્તી વધે છે. મેગ્નેશ્યમ બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરે છે, સાંધાના દુઃખાવા તેમજ આર્થરાઈટીસ ની તકલીફને દુર કરવામાં મદદરૂપ થાય છે. તથા હ્યદયના ધબકારા નિયમિત રાખે છે જેથી, બ્રેઈન સ્ટ્રોક આવવાની શક્યતા ઘટી જાય છે.

2. મેન્ગેનીઝ : આનાં કારણે હાડકા મજબુત બને છે. બ્લડ સુગર લેવલને કાબુમાં રાખવા મેન્ગેનીઝ ખુબ મહત્વનો ભાગ ભજવે છે. શરીરની ચયા-પચયની ક્રિયા સુધારે છે. રોગો સામે રક્ષણ આપવામાં મદદરૂપ બને છે. તે મસલ્સના કોષોને નુકસાન થતા બચાવે છે અને ઓસ્ટિયોપોરોસીસનાં ખતરાથી પણ દુર રાખે છે.

 

આમ, આ બ્રેડમાં ભરપુર માત્રામાં રહેલ મેગ્નેશ્યમ અને મેન્ગેનીઝ શરીર માટે ખુબ જ ઉપયોગી મીનરલ્સ છે. આવનારા ભવિષ્યમાં સુમુલ ડેરી Vitamin B12 અનેપ્રોટીનવાળા પણ બ્રેડ લાવવા જઇ રહી છે.

સુમુલ ડેરીની “હેપ્પી-લાઇફ” સીરીઝમાં ગીરગાય દુધ, ગીર-ગાય ઘી, પ્રોબાયોટીક દહીં, મધ અને પિત્ઝા ફ્લેવર પ્રોટીન યુક્ત પનીર તથા મસાલાવાળુ પ્રોટીનયુક્ત પનીર પણ લાવી રહયાં છે. જે સવારના નાસ્તામાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત રહેશે. શુદ્ધ ઘઉંનો લોટ, બટર અને ઘીમાંથી બનાવેલા સુમુલ ડેરીનાં બેકરી ઉત્પાદનો તથા આવનાર દિવસોમાં અન્ય સ્વાસ્થ્યવર્ધક ઉત્પાદનો સુમુલ ડેરી લાવી રહી છે. હાલમાં NABL એક્રિડીએટેડ ફુડ લેબોરેટરીએ કરેલા સર્વેક્ષણ મુજબ સુમુલ ડેરી દ્વારા અતિશુદ્ધ અને પૌષ્ટિક દુધ સુરતનાં શહેરીજનો પુરૂ પાડવામાં આવી રહયું છે.